રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો,
રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ દુબઇમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે ગુજરાતની અંદર 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે દુબઇ પહોંચ્યા છે, તેમના દુબઇ પ્રવાસની અંદર તેમને મળવા માટે એક 7 વર્ષનું બાળક આવ્યું હતું. જેનો વીડિયો નીતિન જાનીએ શેર કર્યો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નીતિન જાનીના ચાહકો આ બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે. નીતિન જાનીએ શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દુબઈમાં તે તેમના એક નાના ફેનને મળવા માટે હોટલમાં જઈ રહ્યા છે. નીતિન જાની તેની પાસે જાય છે ત્યારે તેમનો નાનો ફેન વ્હીલચેર ઉપર બેઠેલો જોવા મળે છે. જેની સાથે જઈને નીતિન જાની વાત કરવાનું શરૂ કરે છે અને તેનું નામ પૂછે છે. આ બાળકનું નામ રિતિક વાયા છે, અને તે હેન્ડીકેપ છે. રિતિક તેની સાથે એક કવર લઈને આવ્યો છે અને તે નીતિન જાનીને આપે છે. જેમાંથી 500 દિહરામ અને એક ચિઠ્ઠી નીકળે છે, જેને ખજુરભાઈ વાંચે છે. જેમાં...