Skip to main content

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો,

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો

ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ દુબઇમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે ગુજરાતની અંદર 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે દુબઇ પહોંચ્યા છે, તેમના દુબઇ પ્રવાસની અંદર તેમને મળવા માટે એક 7 વર્ષનું બાળક આવ્યું હતું.

જેનો વીડિયો નીતિન જાનીએ શેર કર્યો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નીતિન જાનીના ચાહકો આ બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
નીતિન જાનીએ શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દુબઈમાં તે તેમના એક નાના ફેનને મળવા માટે હોટલમાં જઈ રહ્યા છે. નીતિન જાની તેની પાસે જાય છે ત્યારે તેમનો નાનો ફેન વ્હીલચેર ઉપર બેઠેલો જોવા મળે છે. જેની સાથે જઈને નીતિન જાની વાત કરવાનું શરૂ કરે છે અને તેનું નામ પૂછે છે.
આ બાળકનું નામ રિતિક વાયા છે, અને તે હેન્ડીકેપ છે. રિતિક તેની સાથે એક કવર લઈને આવ્યો છે અને તે નીતિન જાનીને આપે છે. જેમાંથી 500 દિહરામ અને એક ચિઠ્ઠી નીકળે છે, જેને ખજુરભાઈ વાંચે છે. જેમાં રિતિકે તેનું નામ અને અન્ય માહિતી આપી છે. રિતિકે ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું હતું કે તે બે દિવસ પહેલા પણ તેમને મળવા માટે આવ્યો હતો. પરંતુ મળી શક્યો નહોતો.
જેના બાદ હવે તે રાત્રે 12:30 કલાકે નીતિન જાનીને મળવા માટે હોટલમાં પહોંચ્યો અને રિતિક તેમના વીડિયો પણ જોતો હોવાનું જણાવી રહ્યો છે. કવરની અંદર આપેલા 500 દિહરામ વિશે જણાવતા કહે છે કે નીતિન જાની જે લોકસેવાનું કામ કરી રહ્યા છે તેના માટે થઈને રિતિકે તેમને 500 દિહરામ ભેટમાં આપ્યા. આ જોઈને નીતિન જાની પણ ખુબ જ ખુશ થતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં નીતિન જાની દ્વારા શેર કરવામાં આવેલો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ નાના બાળકના આ કામથી ખુબ જ પ્રભાવિત થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નીતિન જાની 5 દિવસના દુબઇ પ્રવાસે ગયા છે. આ દરમિયાન જે જે લોકોએ તેમના 200 ઘર બનાવવાના કામમાં મદદ કરી હતી તે સૌને પોતાની સાથે લઇ ગયા છે.
નીતિન જાની દુબઇ પ્રવાસના ઘણા બધા વીડિયો અને તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી રહ્યા છે, જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ ઉપરાંત પોતાના બ્લોગમાં પણ નીતિન જાનીએ દુબઇ પ્રવાસની ઝલકો બતાવી છે, જેના કારણે તેમના ચાહકો ઘરે બેઠા દુબઇનો આલીશાન નજારો માણી શકે.
Source;Gujjurocks,Daily Hunt News App

Comments

Popular posts from this blog

“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.

પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે , પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે.   દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે , આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે , સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી , માળા , ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો   તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે. જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય , તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.   ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા , રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨...

સગર સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે.

  સગર સંત શિરોમણી શ્રી દાસારામ બાપા વિશે લખવા બેસીએ તો જિંદગી ટુંકી પડે પણ હમણાં ઝારેરા મુકામે જે આયોજન માં વિઘ્ન આવતા હતા   તેનો શાંતિ પૂર્ણ હલ આવીયો અને આવવા નો હતો . પણ થોડા સમય માટે કદાચ બાપા આપણી પરીક્ષા કરતાં હશે કે જે કઈ હોય તેમાં સર્વ સગર ભાઈઓ ખરા ઉતરીયા અને ઉતરવા ના હતા , કેમ કે બાપા ની મરજી ના હોય તો મંદિર ના નિર્માણ નો પાયોજ ના નખાત . સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે . ·          સંતો ને બદનામ કરનાર અને લુટારાઓને   સંત ત્રિપુટી દ્વારા પરચો ·          બામણસા   માં બકરી નો જીવ બચાવ્યો ·          પુત્ર હમીર ને   પરચો અને ગુરુમહિમા તથા આશ્રમ ધર્મ ની વાત ·          ઉપલેટા નાબ્રાહ્મણ ને રીંગણા ના તથ્ય દ્વારા સત્ય અને કમઁજ્ઞાન ની શિક્ષા ·      ...

પહેલગામ આતંકી હુમલો: દેશને હચમચાવનાર ઘટના અને પીએમ મોદીની કડક કાર્યવાહી​

  22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આવેલા બૈસરાન ઘાસમેદાનમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી છે. ​ Wikipedia  Credit 🛡️ પીએમ મોદીની તાત્કાલિક કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની યાત્રા ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા અને પલમ એરપોર્ટ પર જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર દેશની આતંક વિરોધી ક્ષમતાઓને તાત્કાલિક રીતે કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. ​ Sambad English  Credit 🚫 પાકિસ્તાન સામે કડક પગલાં હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના મુખ્ય જમીન સીમા બંધ કર્યા, ઇન્દુસ વોટર ટ્રિટીનો અમલ સ્થગિત કર્યો અને ઇસ્લામાબાદથી ભારતીય રાજદૂતને પાછા બ...