આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.
આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્ય આકર્ષણોમાં વર્કશોપ, ૩-ડી થિએટર, વિજ્ઞાનની થીમ આધારીત પાર્ક, વૈદ્યશાળા, સનડાયલ અને કાફેટેરિયાનો પણ સમાવેશ થાય છે. સાથો - સાથ ઓપ્ટિકલ ઈલ્લીયુઝનની રોમાંચક દુનિયા ઓપ્ટિક્સ ગેલેરીમાં જોવા મળશે. અહીં ઈલ્લીયુઝન ટનલ, ઇન્ફિનિટી પીટ, ટીલ્ટેડ રૂમ સાયન્સ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.
ઉપરાંત આ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા આવનારા સાયન્સ પ્રેમીઓને કરોડો વર્ષની જીવ સૃષ્ટિનો ઈતિહાસ ઘરાવતા જુરાસિક યુગનો અહેસાસ થશે. ભારતનો સૌથી ઊંચો 57 ફૂટ ઉંચાઇ ધરાવતો બ્રેકીઓસૌરસ ડાયનાશોર પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સેન્ટર પાટણ જિલ્લા તથા આસપાસના જિલ્લાના સ્કૂલ, કોલેજ, આઇ.ટી.આઇ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ અંગેની અભિરૂચી વધારવામાં પણ મદદરૂપ બનશે.
Sources: Daily Hunt News App
Comments
Post a Comment