Skip to main content

શુ તમે ક્યારેય વાદળી કલર નુ આધાર કાર્ડ જોયુ?

Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આધાર કાર્ડ બે પ્રકારના હોય છે. મોટાભાગના લોકોએ સફેદ પેપર પર કાળા કલરમાં છપાયેલ આધાર કાર્ડ જોયા હશે. પરંતુ જ્યારે આ આધાર કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે ત્યારે તેનો કલર બદલી જાય છે.
UIDAI દ્વારા જ્યારે બાળકો માટે આધાર કાર્ડ જારી કરવામાં આવે છે ત્યારે તેનો કલર વાદળી હોય છે. વાદળી કલરના આ આધાર કાર્ડને બાલ આધાર પણ કહેવામાં આવે છે. UIDAIના જણાવ્યા પ્રમાણે નવજાત બાળકનું આધાર કાર્ડ બર્થ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા પિતાના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વાદળી રંગનું 12 અંકવાળું આધાર કાર્ડ 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ તે અમાન્ચ થઈ જાય છે અને તેને ફરી અપડેટ કરવું પડે છે.

નિયમો અનુસાર નવજાત બાળકના આધારનો ઉપયોગ 5 વર્ષની ઉંમર સુધી થઈ શકે છે. 5 વર્ષ પછી અપડેટ કરવાનું રહેશે. જો તે અપડેટ ન કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. 5 વર્ષ પછી, જ્યારે બાળક 15 વર્ષનું થાય, ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરવું પડે છે. UIDAI અનુસાર, બાળકના 5 વર્ષ પૂરા થવા પર, તમારે તેનું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. નવજાત બાળકની ફિંગર પ્રિન્ટ લેવામાં આવતી નથી. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે આધારને અપડેટ કરવાનું રહે છે.

વાદળી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા
આ માટે તમારા બાળકને તમારી સાથે નોંધણી કેન્દ્ર પર લઈ જાઓ. ત્યાં નોંધણી માટે ફોર્મ ભરો અને તેને સબમિટ કરાવો. દસ્તાવેજ તરીકે વાલીએ પોતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે. તમને એક ફોન નંબર આપવા માટે કહેવામાં આવશે જેના હેઠળ વાદળી આધાર કાર્ડ આપવામાં આવશે. વાદળી આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી જરૂરી નથી, માત્ર એક ફોટો ક્લિક કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ એક મેસેજ આવશે. વેરિફિકેશનના 60 દિવસની અંદર તમારા બાળકનું વાદળી આધાર કાર્ડ તૈયાર થઈ જશે

Source:ABP Asmita,Daily Hunt App

Comments

Popular posts from this blog

“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.

પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે , પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે.   દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે , આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે , સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી , માળા , ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો   તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે. જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય , તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.   ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા , રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨...

સગર સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે.

  સગર સંત શિરોમણી શ્રી દાસારામ બાપા વિશે લખવા બેસીએ તો જિંદગી ટુંકી પડે પણ હમણાં ઝારેરા મુકામે જે આયોજન માં વિઘ્ન આવતા હતા   તેનો શાંતિ પૂર્ણ હલ આવીયો અને આવવા નો હતો . પણ થોડા સમય માટે કદાચ બાપા આપણી પરીક્ષા કરતાં હશે કે જે કઈ હોય તેમાં સર્વ સગર ભાઈઓ ખરા ઉતરીયા અને ઉતરવા ના હતા , કેમ કે બાપા ની મરજી ના હોય તો મંદિર ના નિર્માણ નો પાયોજ ના નખાત . સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે . ·          સંતો ને બદનામ કરનાર અને લુટારાઓને   સંત ત્રિપુટી દ્વારા પરચો ·          બામણસા   માં બકરી નો જીવ બચાવ્યો ·          પુત્ર હમીર ને   પરચો અને ગુરુમહિમા તથા આશ્રમ ધર્મ ની વાત ·          ઉપલેટા નાબ્રાહ્મણ ને રીંગણા ના તથ્ય દ્વારા સત્ય અને કમઁજ્ઞાન ની શિક્ષા ·      ...

તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

પ્રિય દાતા શ્રી, તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા દાન દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ અને કન્યા છાત્રાલય માટેની કામગીરી વધુ સુસજ્જ બને છે. તમારું આ પ્રેરણાદાયી પગલું આપણું સમાજ અને ભવિષ્યના પેઢી માટે આદર્શ રૂપ છે. તમારા સહકાર અને વિશ્વાસ માટે ફરી એક વખત ખુબ ખુબ આભાર!  સગર સમાજ જો આ દાન માટે તમને કોઈ પાવતી અથવા વિગત જોઈએ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.