Skip to main content

Posts

Showing posts from May, 2022

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો,

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ દુબઇમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે ગુજરાતની અંદર 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે દુબઇ પહોંચ્યા છે, તેમના દુબઇ પ્રવાસની અંદર તેમને મળવા માટે એક 7 વર્ષનું બાળક આવ્યું હતું. જેનો વીડિયો નીતિન જાનીએ શેર કર્યો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નીતિન જાનીના ચાહકો આ બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે. નીતિન જાનીએ શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દુબઈમાં તે તેમના એક નાના ફેનને મળવા માટે હોટલમાં જઈ રહ્યા છે. નીતિન જાની તેની પાસે જાય છે ત્યારે તેમનો નાનો ફેન વ્હીલચેર ઉપર બેઠેલો જોવા મળે છે. જેની સાથે જઈને નીતિન જાની વાત કરવાનું શરૂ કરે છે અને તેનું નામ પૂછે છે. આ બાળકનું નામ રિતિક વાયા છે, અને તે હેન્ડીકેપ છે. રિતિક તેની સાથે એક કવર લઈને આવ્યો છે અને તે નીતિન જાનીને આપે છે. જેમાંથી 500 દિહરામ અને એક ચિઠ્ઠી નીકળે છે, જેને ખજુરભાઈ વાંચે છે. જેમાં...

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આ...