Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આધાર કાર્ડ બે પ્રકારના હોય છે. મોટાભાગના લોકોએ સફેદ પેપર પર કાળા કલરમાં છપાયેલ આધાર કાર્ડ જોયા હશે. પરંતુ જ્યારે આ આધાર કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે ત્યારે તેનો કલર બદલી જાય છે. UIDAI દ્વારા જ્યારે બાળકો માટે આધાર કાર્ડ જારી કરવામાં આવે છે ત્યારે તેનો કલર વાદળી હોય છે. વાદળી કલરના આ આધાર કાર્ડને બાલ આધાર પણ કહેવામાં આવે છે. UIDAIના જણાવ્યા પ્રમાણે નવજાત બાળકનું આધાર કાર્ડ બર્થ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા પિતાના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વાદળી રંગનું 12 અંકવાળું આધાર કાર્ડ 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ તે અમાન્ચ થઈ જાય છે અને તેને ફરી અપડેટ કરવું પડે છે. નિયમો અનુસાર નવજાત બાળકના આધારનો ઉપયોગ 5 વર્ષની ઉંમર સુધી થઈ શકે છે. 5 વર્ષ પછી અપડેટ કરવાનું રહેશે. જો તે અપડેટ ન કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. 5 વ...