Skip to main content

સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

*જય ભગીરથ જય દાસારામ જય માં ગંગા*

🙏🏽સૌરાષ્ટ્રના સંતોમાં આજથી 384 વર્ષ પહેલા જન્મેલા એક મહાન સંતે પોતાના 109 વર્ષના જીવનકાળમાં
*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં તેમજ સામાજિક ઐક્ય માટે કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ!*

Credit to (@All copyright reserved
_written By✒️Raj Sagar )

🤝🏼👉🏽ચાલો આજે સંક્ષિપ્તમાં *મહાન ભક્ત શ્રી દાસારામ બાપાનુ જીવન ચરિત્ર જોઈએ*.🙏

 👉🏽 *જન્મ અને બાળપણ*
16 થી 17 મી સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર #મોગલ_સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં,ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું.

👉🏽ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, #માનવ_સેવા_એજ_પ્રભુ_સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળતા.

👉🏽🏃🏽‍♂🏃🏽‍♀પણ દાંપત્યજીવનના 12 વર્ષ વિત્યા છતાં પણ ઘરનું આંગણું સુનકાર. મનમાં એક આશા હતી કે ભગવાન અમને જરૂર એક પુત્ર આપશે.🙏🏼 હવે તે સમય પણ આવી ગયો. 

👉🏽# *ગિરનારની_ગોદમાં* એક મહાન સંતના સત્સંગ સહવાસમાં આ દંપતીની પ્રભુસેવા,માનવસેવા,પરોપકારી જીવન જોઈને સંત મહાત્મા પ્રસન્ન થયા એટલે "અમને પુત્ર જોઈએ અમને પુત્ર જોઈએ" આમ પાંચ વખત પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સંતે આશીર્વચન માં તમારે ત્યાં પાંચ પુત્ર જન્મશે તેવા આશીર્વાદ આપ્યા.🙏🏼

 👉🏽સમય જતા પાંચ પુત્ર ના જન્મ થયા જેમના નામ ક્રમશઃ લાખો,લક્ષ્મણ, વાસો,ભીમો અને સૌથી નાનો પુત્ર દાસો (જે આગળ જતા #મહાન_ભક્ત_શ્રી_દાસારામ_બાપા તરીકે ઓળખાયા)

👉🏽  *અભ્યાસ અને પ્રભુ ભક્તિ*
ખૂબ જ મૃદુ અને નિર્મળ સ્વભાવના દાસેવ શાળામાં અભ્યાસ માટે જાય છે દાસેવ શાળામાં #રામાયણ #મહાભારત #ગીતા #વેદપુરાણોની વાતો કરે છે,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દાસેવના સમાગમથી ખૂબ ખુશ થતા 👉🏽પણ જે પુણ્યાત્મા પોતાના દિલમાં #રાજા_સગર_રાજા_ભગીરથ,કે જેણે માં ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા, તેનો હું વંશજ છું,જે કુળમાં #ભગવાન_રામ જન્મ્યા તે કુળ મારૂં છેે,હું તે મહાન સૂર્યવંશનો વારસદાર છું, આ મનોભાવથી અભ્યાસ પૂરો કર્યો અને લોકોમાં ધર્મની સત્સંગની વાતો કરવા લાગ્યા.

👉🏽 *#લગ્નજીવન* 
યુવાવસ્થામાં દાસેવના લગ્ન કોઈલાણા ગામે સગર સવદાસભાઇ કારેણાની પુત્રી બાયાબાઈ સાથે થયા, બાયાબાઈ પણ ખૂબ જ સંસ્કારી સેવાભાવી અને #પતિ_એજ_પરમેશ્વર માનવાવાળા,અને ધાર્મિક સ્વભાવના હતા જેથી બંનેનુ સાંસારિક જીવન સુખમા વીતવા લાગ્યુ,તેમને ત્યાં બે પુત્ર (હમીર ,રાણો)અને પુત્રી જાનબાઇ એમ ત્રણ સંતાનો થયા..

👉🏽👌🏽 *દાસેવની નાનપણથી જ એક ઇચ્છા હતી*  કે આખા પરિવારને એક વખત સગર પુત્રોની ઉધ્ધારિણી માં ગંગાના દર્શન માટે જવું છે,એટલે તે યાત્રા પણ પૂરી કરી, ધામધૂમથી બાલાગામ પરત ફર્યા ચોમેર દાસેવના ગુણગાન થવા લાગ્યા,હવે તે દાસેવ મટીને "ભક્ત શ્રી દાસારામ" કહેવાતા. 

👉🏽 *#સંતપણાના_પારખા*
 👉🏽ભક્ત દાસારામના નામના ડંકા નો રણકાર અમુક લોકોથી ન જીરવાયો,🤓અનેક શંકા-કુશંકાઓ ડારો-ડફારો કરી ભક્ત દાસારામને પોતાના કાર્યમાંથી નીચે પાડવાના કિમીયાઓ ઘડાવવા લાગ્યા.પણ 💪🏼👊🏾મજબૂત મન અને ઇશશ્રદ્ધાથી ભરપૂર ભક્ત દાસારામ કહેતા કે જે ભગવાન હોવા છતાં પણ #રામ #કૃષ્ણને મુશ્કેલીઓ આવી તો આપણે શું કહેવાય.🧐
"લોકોને ભેગા કરવા,ભજનયા કરવા,બધાનો સમય બગાડવો, અને નામના તારી થાય એટલે જ તો તુ બધા લોકોને ભેગા કરે છે, અને બધાના ઘરે જાય છે આવો વિરોધ ચાલ્યો". પણ જે રાજા સગરની પાંચ_પાંચ પેઢીઓ માં ગંગાને ધરતી પર લાવવા માટે તપ કરતી રહી પોતાના ધ્યેયમાં પાંચ પેઢીઓ સુધી અડગ ઊભી રહી! તેવા મારા પૂર્વજો તેવા મહાન ભગીરથ વંશનો હું વારસદાર છું તો પછી કેમ પોતાનાં સિધ્ધાંતો માંથી ડગી શકું (પ્રસંગો અને ઘટનાઓ ઘણી બધી છે પણ લેખન ખૂબ લાંબું થાય એટલે સંક્ષિપ્તમા લખ્યું છે)🙏🏼

👉🏽 આવાં *વિરોધના વંટોળ વચ્ચે* પણ તેમની ભક્તિના ડંકા સોરઠ પ્રદેશમાં વાગતા જ રહ્યા, એવું લાગતું કે ભગવાન ભક્ત દાસારામની સાથે જ રહે છે.વિરોધીઓ પણ માફી માંગીને સાથે જોડવા લાગ્યા અને #જુનાગઢના_નવાબ_બાદશાહને પણ ભક્ત શ્રી દાસારામ ની ભક્તિ પર નતમસ્તક થવું પડ્યું.

🙏🏼😔 *ચિરકાળની_વિદાય* 
ભક્ત શ્રી દાસારામના ભક્તો, અનુયાયીઓ,સેવકો,સત્સંગીઓ દિન -પ્રતિદિન વધતા જાય છે, આખો સોરઠ,કાઠીયાવાડ,ગીર, હાલાર બરડા પંથકમાં કોઇપણ નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર પોતે દરેકના ઘેર જવા લાગ્યા, અને પ્રભુ ભક્તિ,

👉🏽 *ભક્ત શ્રી દાસારામ હવે 108 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા* તેથી વિચારે છે કે હવે મારે આ જગતમાં આવીને જે પ્રભુ કાર્ય કરવાનું હતું તે પૂર્ણ થયું હવે મારે પણ શ્રીહરિ ને મળવાનો સમય આવ્યો છે.તેથી સંવત 1805 ને સુદ પક્ષની અષાઢી બીજ ના દિવસે પ્રભુ ને મળવાનું નક્કી કર્યું. જે અષાઢીબીજે *ભગવાન જગન્નાથના* જગતને દર્શન થયા. એ જ  દિવસે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. કદાચ આ જ ભાવથી ભક્તશ્રી દાસારામે આ દિવસ નક્કી કર્યો હશે.

👉🏽 આવી રીતે લોક જગતને સન્માર્ગે વાળી સત્કર્મ કરી આ મહાન ભક્તે બાલાગામની એક વાવના કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી વાવના જળમાં પ્રવેશ કર્યો.અને અંતર્ધ્યાન થયા🙏🏼

*આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતા-છુત, (અસ્પ્રુશ્યતા નિવારણ) માંસાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણો દૂર કરવામાં કેવી રીતે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તે જોઇએ! ક્રુષ્ણભક્તિ.પરોપકારતા.*
*સત્સંગ દ્વારા દૂર કરી સમસ્ત માનવ સમાજના જીવનમા ખરા અર્થમાં સુખ-શાંતિ અને સામાજિક એકતા અર્પિ* (જે તેમનાં જીવન સાથે જોડાયેલી કે બનેલી અનેક ઘટનાઓ,પ્રસંગો સાક્ષી પૂરે છે).

(આજે પણ બાલાગામ,જારેરા, સાવરકુંડલા,ઉપલેટામાં ભક્ત શ્રી દાસારામ બાપાના જાણીતા મંદિરો છે)

*ભક્ત શ્રી દાસારામ બાપા*
*જન્મ- મહા સુદ બીજ વિક્રમ સંવત-1696 (ઈ.સ 1640)*-        
                       
*જળસમાધિ આષાઢ સુદ બીજ)વિક્રમસંવત-1805 (ઈ.સ1749)*

 (જીવનકાળ 109 વર્ષ)

*ગામ-બાલાગામ,તા- કેશોદ,જી- જુનાગઢ, ગુજરાત*

👉🏽👉🏽🙏🏼 આ વખતની દાસારામ બાપાની 385મી જન્મ જયંતી ફક્ત શોભાયાત્રા કે ભોજન લઈને નહીં પરંતુ વૈચારિક રીતે પણ ઉજવીએ 🙏🏼🤝🏼

દાસારામ બાપાની 385મી જન્મ જયંતી પર સૌને કોટી કોટી વંદન સહ ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐🙏🏼

✒️Written by_Raj Sagar 
(ખાસ નોંધ:-આ ચરિત્ર લખાણમાં કોઈએ એડિટિંગ કે કટીંગ કરવું નહીં જેથી આ લખાણનો ભાવાર્થ જળવાઈ રહે🙏🏽🤝)
આ લખાણ *સંક્ષિપ્ત સગર સૂર્યવંશ*
 (✒️Writing By Shailesh Sagar,Raj Sagar and Others) 
પુસ્તક(Coming Soon)મા આલેખવામા આવ્યું છે!

*- ક્ષત્રિય સગર ઉધ્ધારક સેના*

Comments

Post a Comment

Popular posts from this blog

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આ...

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો,

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ દુબઇમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે ગુજરાતની અંદર 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે દુબઇ પહોંચ્યા છે, તેમના દુબઇ પ્રવાસની અંદર તેમને મળવા માટે એક 7 વર્ષનું બાળક આવ્યું હતું. જેનો વીડિયો નીતિન જાનીએ શેર કર્યો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નીતિન જાનીના ચાહકો આ બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે. નીતિન જાનીએ શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દુબઈમાં તે તેમના એક નાના ફેનને મળવા માટે હોટલમાં જઈ રહ્યા છે. નીતિન જાની તેની પાસે જાય છે ત્યારે તેમનો નાનો ફેન વ્હીલચેર ઉપર બેઠેલો જોવા મળે છે. જેની સાથે જઈને નીતિન જાની વાત કરવાનું શરૂ કરે છે અને તેનું નામ પૂછે છે. આ બાળકનું નામ રિતિક વાયા છે, અને તે હેન્ડીકેપ છે. રિતિક તેની સાથે એક કવર લઈને આવ્યો છે અને તે નીતિન જાનીને આપે છે. જેમાંથી 500 દિહરામ અને એક ચિઠ્ઠી નીકળે છે, જેને ખજુરભાઈ વાંચે છે. જેમાં...