Skip to main content

ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી' નું બોલીવુડને પણ ટક્કર મારે તેવું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો કોણ હતા રાણી નાયિકા દેવી?

 




અત્યાર સુધી મહારાણી લક્ષ્‍મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ રાણી હતા, જે યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે.

ફિલ્મને લઈને આજે એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ વિશે વાત કરી હતી.. મહત્વનું છે કે આ ફિલ્મમાં જાણીતા બોલિવુડ કલાકાર ચંકી પાંડે પણ અભિનય કરી રહ્યા છે.


ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્મ છે. આ 12મી સદીની કથા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ 6 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


કોણ હતા રાણી નાયિકા દેવી?

મહારાણી લક્ષ્‍મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે પરંતુ ચાલુક્ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે વર્ષ 1178માં થયેલ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલા પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને ધૂળ ચટાડી હતી. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા.


નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો.


આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.



Comments

Popular posts from this blog

પહેલગામ આતંકી હુમલો: દેશને હચમચાવનાર ઘટના અને પીએમ મોદીની કડક કાર્યવાહી​

  22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આવેલા બૈસરાન ઘાસમેદાનમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી છે. ​ Wikipedia  Credit 🛡️ પીએમ મોદીની તાત્કાલિક કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની યાત્રા ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા અને પલમ એરપોર્ટ પર જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સમગ્ર દેશની આતંક વિરોધી ક્ષમતાઓને તાત્કાલિક રીતે કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. ​ Sambad English  Credit 🚫 પાકિસ્તાન સામે કડક પગલાં હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેના મુખ્ય જમીન સીમા બંધ કર્યા, ઇન્દુસ વોટર ટ્રિટીનો અમલ સ્થગિત કર્યો અને ઇસ્લામાબાદથી ભારતીય રાજદૂતને પાછા બો...

તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

પ્રિય દાતા શ્રી, તમારા અમૂલ્ય યોગદાન માટે સમગ્ર સમાજની તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા દાન દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ અને કન્યા છાત્રાલય માટેની કામગીરી વધુ સુસજ્જ બને છે. તમારું આ પ્રેરણાદાયી પગલું આપણું સમાજ અને ભવિષ્યના પેઢી માટે આદર્શ રૂપ છે. તમારા સહકાર અને વિશ્વાસ માટે ફરી એક વખત ખુબ ખુબ આભાર!  સગર સમાજ જો આ દાન માટે તમને કોઈ પાવતી અથવા વિગત જોઈએ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.

પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે , પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે.   દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે , આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે , સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી , માળા , ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો   તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે. જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય , તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.   ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા , રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨...