બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે જાહેરાત કરી છે કે તે હવે તમાકુ ને સમર્થન નહીં આપે. તેના ચાહકોની આકરી ટીકાનો સામનો કર્યા બાદ તેણે એક ટ્વિટ દ્વારા લોકોની માફી પણ માંગી છે. અક્ષય કુમાર તાજેતરમાં ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને શાહરૂખ ખાન સાથે વિમલ ઈલાઈચી ઉત્પાદનોની જાહેરાતમાં જોવા મળ્યો હતો. જે બાદ તેના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેની આકરી ટીકા કરી હતી.
વિમલ ઈલાઈચી એક એવી બ્રાન્ડ છે જે તમાકુના ઉત્પાદનો પણ વેચે છે. વિમલ બ્રાન્ડને પ્રમોટ કરવા બદલ પોતાના ચાહકોની માફી માગતા અક્ષય કુમારે ટ્વીટ કર્યું, 'હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિસાદથી મને ખૂબ પ્રભાવિત થયો છું , જ્યારે હું તમાકુને સમર્થન આપતો નથી અને કરીશ પણ નહીં, વિમલ ઈલાઈચી સાથેના મારા કોન્ટ્રાક્ટ અંગે હું તમારી લાગણીઓને માન આપું છું. ઉપરાંત, મેં નક્કી કર્યું છે કે જાહેરાત માટે લેવામાં આવેલી ફી હું ચેરિટીમાં દાન કરીશ. ટ્વીટમાં, અક્ષય કુમારે જાહેરાત પ્રસારિત થવા વિશે સ્પષ્ટતા કરી અને કહ્યું કે વિમલ ઈલાઈચી સાથેના મારા કોન્ટ્રાક્ટ કરારની કાનૂની અવધિ સુધી જાહેરાત બ્રાન્ડનું પ્રસારણ કરવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ તેણે ચાહકોને ખાતરી આપી કે તે તેના ભવિષ્યના નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લેશે.
Source: Daily hunt App
Comments
Post a Comment